Advertisement
DIWALI FESTIVAL NIBANDH IN
GUJARATI
આપણે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ. દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. તે ‘તહેવારોનો રાજા’ કહેવાય છે.
દિવાળી આસો મહિનામાં આવે છે. આસો માસ શરૂ થતાં લોકો દિવાળીની તૈયારી કરવા લાગે છે. લોકો તેમનાં ઘરોની સાફસફાઈ કરે છે, રંગરોગાન કરાવે હું દિવાળીના દિવસોમાં દુકાનો અને મકાનો પર રાતે રોશની કરવામાં આવે છે. લોકો નવાં કપડાં, ફટાકડા, મીઠાઈ વગેરેની ખરીદી કરવા માટે બજારમાં ઊમટી પડે છે.
દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છેઃ ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. કાળીચૌદસના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેની ખુશાલીમાં લોકો દીપમાળા પ્રગટાવે છે. કાળીચૌદસના દિવસે કાળીમાતાનું પૂજન કરવામાં આવે છે.
દિવાળીનો દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે. વેપારીઓ ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજન કરે છે. કારતક સુદ એકમના દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે, મિત્રો અને સગાંવહાલાંને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. લોકો મિત્રો અને સગાંવહાલાંને નૂતન વર્ષાભિનંદન કાર્ડ મોકલે છે. ભાઈબીજને દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે. બહેન ભાઈને ભાવતાં ભોજન જમાડે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે.
સમાજના બધા લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઊજવે છે. સ્ત્રીઓ ધરના આંગણામાં ઘી-તેલના દીવા પ્રગટાવે છે. લોકો મિષ્ટાન્ન આરોગીને, નવાં વસ્ત્રો પહેરીને અને ફટાકડા ફોડીને આનંદ અને ઉલ્લાસથી દિવાળી ઊજવે છે.
‘દિવાળી આવી, દિવાળી આવી,
નવા વરસની વધાઈ લાવી.’
દિવાળી એટલે સાફસફાઈ, આનંદઉલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર. આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા માંડે છે. લોકો ઘરની સફાઈ કરે, દીવાલો અને બારીબારણાંને રંગરોગાન કરાવે છે. લોકો કપડાં, ફટાકડા, મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે. બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઊઠે છે.
દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે : ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. કાળીચૌદસના દિવસે કાલિકામાતાનું પૂજન થાય છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડાપૂજન કરે છે. બેસતા વર્ષના દિવસે લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે. પોતાનાં સગાંવહાલાં અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. ભાઇબીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે. બહેન ભાઈને પ્રેમથી જમાડે અને ભાઈ બહેનને ભેટ આપે છે.
દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે. તેઓ ફટાકડા ફોડીને અને નવાં કપડાં પહેરીને આનંદ માણે છે. લોકો દીવાઓ અને વીજળીનાં તોરણોથી ઘર શણેગારે છે. બહેનો આંગણામાં રંગોળી અને સાથિયા પૂર્વે છે.
‘દિવાળીના દિવસમાં, ઘરઘર દીવા થાય,
ફટાકડા તો ફટફટ ફૂટે, બાળક સૌ હરખાય.’
દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની સફાઈ પણ કરવી જોઈએ. કોઈની સાથે મનદુ:ખ થયું હોય તો આપણે તે ભૂલી જઈએ. ‘માફ કરો અને ભૂલી જાઓ’ની ભાવના વિકસાવવાનો અને અંતરના અંધકારને દૂર કરવાનો આ તહેવાર છે.
દિવાળી સૌને બહુ આનંદ આપે છે. તેથી તે ‘તહેવારોનો રાજા’ છે.
દિવાળી અથવા દીપોત્સવ પર્વ નિબંધ :
ભારત કૃષિપ્રધાન દેશ છે. એ તો ખરું છે જ, પરંતુ ઉત્સવપ્રધાન દેશ પણ છે. આ દેશમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એટલા મોટા પ્રમાણમાં અને મોટા પાયા પર થાય છે કે ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું જતું હશેકે જ્યારે અ દેશના કોઈ ને કોઈ ખૂણે, કોઈ તહેવાર ન ઉજવતો હોય! આ બધા તહેવારોમાં શિરોમણી સમાન કોઈ તહેવાર હોય તો તે છે દિવાળીના તહેવાર. ગરીબ હોય કે તવંગર, શેઠ હોય છે; જેને દીપોત્સવી પર્વનું ગૌરવવંતુ નામ અપાયું છે, કેમ કે આ પર્વ એક બે દિવસનું નહિ, એક સપ્તાહ જેટલું લાંબુ ચાલે છે. ધનતેરસથી લાભપાંચમ સુધીના દિવસો દીપોત્સવી પર્વના ગણાય છે.
આ પર્વ કોઈ એક કોમ કે વર્ણનું નથી રહ્યું સાર્વત્રિક બની ગયું છે કેમકે એમાં ધાર્મિક તત્વ નો ભળ્યું જ છે ઉપરાંત, સામાજિક તત્વ પણ સંકળાયું છે. ચૌદ વર્ષના વનવાસ વેઠીને જાનકી તથા લક્ષ્મણજી સાથે શ્રીરામ અયોધ્યામાં પુન: પ્રવેશ દિવાળીના દિવસે કર્યો હતો એવી માન્યતા તો હિંદીમાં ઘેર ઘેર પ્રચલિત છે જ સાથે સાથે વિક્રમ સંવતનો છેલ્લો વાર્ષિક દિન આસો વદ અમાસ ગણાય છે અને બીજા દિવસથી વિક્મ સંવતનું નૂતન વર્ષ આરંભાય છે એટલે દીપોત્સવી વીતેલા વર્ષના સુખદ-દુ:ખ સંસ્મરણોની યાદ મૂકીને પસાર થતી હોવાથી ઉલ્લાસભેર ઉજવાય છે.
દીપોત્સવી પર્વ ઉજવવા માટેની પૂર્વતૈયારીઓ તો, શરદપૂર્ણિમા બીજા જ દિવસથી શરૂ થઈ જાય છે. ખેડૂતો ચોમાસાના વાવેલો પાક લણી લઈને હવે ઘરભેગો કરવાની વેતરણમાં પડે છે નએ એ પાકનું વેચાણ થઈ જતા, હાથમાં આવતી રકમોથી જે આનંદ પ્રાપ્ત થાય હહે એની અભિવ્યકતિ દીપોત્સવની પર્વની ઉજવણી દ્વારા થાય છે. વેપારીઓ દુકાનના માલનો સ્ટોક લઈને વર્ષ દરમિયાન થયેલ નફાની તારવણી કાઢે છે. હિસાબો ચોખ્ખા કરે છે. નવા ચોપડા ખરીદે છે. ચોપડાપૂજન કરે છે. નોકરોને બોણીબોનસ આપે છે અને બધા ભેગા રંગેચંગે દિવાળી ઉજવે છે . ધનતેરસે લક્ષ્મીપૂજન થાય છે, કાળી ચૌદસ ભૈરવની હનુમાનની, ઘંટાકર્ણ મહાવેરની પૂજા થાય છે અને દિવાળી ચોપડાપૂજન થાય છે- શારદાપૂજન થાય છે. બેસતા વર્ષમા દિવસની ઉલ્લાસ તો કોઈ અનેરો જ હોય છે! જ્યારે ભાઈબીજના દિવસે ભાઈ, પોતાની બહેનના ત્યાં જમવા જાય છે અને બહેનને યથાશક્તિ ભેંટ આપે છે.
દીપોત્સવી પર્વની ઉજવણીના ત્રણ પ્રધાન તત્વો એટલે દારૂખાનું,રોશની મીઠાઈ આ ત્રણેય વાનાં વેચનાર વેપારીઓને તો ઘી કેળા!
દીપોત્સવની પર્વ નિમિત્તે ભારતમાં કરોડો રૂપિયાનું દારૂખાનું ફૂટે છે. ઘેરઘેર દીપમાળા પ્રગટે છે, વીજળીના દીવાઓની આકર્ષક રોશની થાય છે. એક બીજાને ત્યાં નૂતન વર્ષાભિનંદન પાઠવવા જનારને મીઠાઈ તથા અન્ય વાનગીઓ ખવડાવવામાં આવે છે. આ પર્વ નિમિત્તે લોકો પોતાનું ઘર સાફસૂફ કરે છે, દુકાનો વાળીઝૂડીને સાફ કરે છે, ધોળવા રંગવાનું કામ પણ થાય છે. પરિણામે સમાજના કારીગર વર્ગને દિવાળી પૂર્વે સારું કામ મળી રહે છે. એમાં દરજી-મોચીને ત્યાં તો તડાકો પડે છે. આ પ્રવમાં સમાજના પ્રત્યેક વ્યક્તિ નવા કપડા, નવા ચંપલ-બૂટ ખરીદે છે કે સીવડાવે છે એટલે બજારમાં એટલી બધી ધરાકી નીકળે છે કે વેપારી મોં માંગ્યા ભાવ લઈને ધૂમ નફો કરે છે.
દીપોત્સવી પર્વ ઉજવવા સામે તો કોઈ વિરોધ હોઈ ન શકે પરંતુ અત્યારની ભીષણ મોંઘવારીના આ દિવસોમાં મધ્યમવર્ગના મનાવીને જે વધારાનો ખર્ચ, દેખાદેખીથી કે આબરૂ ખાતર કરવો પડે છે. એના અર્થતંત્રને તોડી નાખે છે . આખું વર્ષ કાળી મજૂરી-મહેનત કરીને ભેગી કરેલી બચત ફટાકડામા ફૂટી જાય છે. મીઠાઈમાં ચવાઈ જાય છે, રોશનીમાં બળી જાય છે આનો કોઈ ઉપાય ખરો ?
દિવાળી પર નિબંધ – (200 શબ્દો)
ભગવાન રામ તેમના ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યાની યાદમાં દિવાળી ઉજવવામાં આવી હતી, ત્યારથી દર વર્ષે દિવાળી ઉજવવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર દિવાળી સાથે જોડાયેલી ઘણી વાતો છે. આથી આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી દિવાળી એ હિન્દુઓનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે.
દિવાળી નિમિત્તે વિવિધ લોકપ્રિય વાર્તાઓ (ઇતિહાસ)
દિવાળીનો ઈતિહાસ ઘણો જૂનો છે, તેની સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે, જેમ કે કેટલાક લોકોના મતે સતયુગમાં આ દિવસે ભગવાન નરસિંહે હિરણ્યકશિપુનો વધ કર્યો હતો, આ પ્રસંગે દિવાળી ઉજવવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે કાર્તિક અમાવસ્યા પર દ્વાપરમાં કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો, તેથી તે ઉજવવામાં આવે છે. કેટલાકના મતે, આ દિવસે માતા લક્ષ્મી દૂધના સાગરમાંથી પ્રગટ થયા હતા, અને કેટલાકના મતે, તે દિવસે માતા શક્તિએ મહાકાળીનું સ્વરૂપ લીધું હતું, તેથી તે ઉજવવામાં આવે છે.
દિવાળીની સૌથી લોકપ્રિય વાર્તા
દિવાળીની ઉજવણીના કારણોમાં સૌથી લોકપ્રિય વાર્તા એ છે કે ત્રેતાયુગમાં રાવણનો વધ કર્યા પછી ચૌદ વર્ષ પછી ભગવાન રામના અયોધ્યા પાછા ફર્યાની યાદમાં સમગ્ર અયોધ્યા શહેરને ફૂલો અને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે દિવાળીની ઉજવણી થવા લાગી.
દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે?
દિવાળી દર વર્ષે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો નવા કપડાં અને પોશાક પહેરે છે અને દરેક વ્યક્તિ તેમની દુશ્મનાવટને ભૂલી ને સામસામે ભેટે છે. દરેક વ્યક્તિ એક બીજાના ઘરે મહેમાન બનીને જાય છે અને અનેક પ્રકારની વાનગીઓ ખાય છે.
દેશના ખૂણે ખૂણે ફટાકડા ફોડવામાં આવે છે અને આખો દેશ આ ફટાકડાના અવાજથી ગુંજી ઉઠે છે. દિવાળીનો આખો દિવસ આવી ઉલ્લાસથી ઉજવાય છે. સાંજે ઘરમાં દીવો પ્રગટાવો અને આખા ઘરમાં રોશની કરવામાં આવે છે અને ભગવાન રામ, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ વગેરેની પૂજા કરવામાં આવે છે.
દિવાળી વિશે નિબંધ – (500 શબ્દો)
પરિચય
દિવાળી એ ધન, અન્ન, સુખ, શાંતિ અને ઐશ્વર્યનો તહેવાર છે. ભારતના વિવિધ રાજ્યો આ પ્રસંગે પૌરાણિક કથાઓ પર આધારિત વિશેષ પૂજા કરે છે. દિવાળી મુખ્યત્વે ભારત અને નેપાળમાં ઉજવવામાં આવે છે. આ સિવાય અન્ય દેશોમાં પણ તેને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
ભારતમાં વિવિધ સ્થળોએ દિવાળી ઉજવવાના કારણો
ભારતના વિવિધ રાજ્યોમાં દિવાળીની ઉજવણી માટે અલગ-અલગ કારણો છે. તેમાંના કેટલાક મુખ્ય નીચે મુજબ છે-
ઓરિસ્સા, બંગાળ, જે ભારતના પૂર્વ ભાગમાં સ્થિત છે, મહાકાળીનું રૂપ ધારણ કરવાને કારણે આ દિવસે માતા શક્તિની ઉજવણી કરે છે. અને લક્ષ્મીની જગ્યાએ કાલીની પૂજા કરે છે.
ભારતના ઉત્તર ભાગમાં આવેલા પંજાબ માટે દિવાળીનું ઘણું મહત્વ છે કારણ કે 1577માં આ દિવસે અમૃતસરમાં સુવર્ણ મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો. અને આ દિવસે શીખ ગુરુ હરગોવિંદ સિંહને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
ભારતના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્યો જેમ કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે દ્વાપરમાં કૃષ્ણ દ્વારા નરકાસુરને માર્યાની ખુશીમાં કૃષ્ણની પૂજા કરીને દિવાળી ઉજવે છે.
નેપાળ – ભારત સિવાય પાડોશી દેશ નેપાળમાં પણ દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે નેપાળના લોકો કૂતરાઓનું સન્માન કરીને તેમની પૂજા કરે છે. આ સિવાય તેઓ સાંજે દીવો પ્રગટાવે છે અને એકબીજાને મળવા તેમના ઘરે જાય છે.
મલેશિયા – મલેશિયામાં મોટી સંખ્યામાં હિન્દુઓને કારણે આ દિવસે સરકારી રજા આપવામાં આવે છે. લોકો પોતાના ઘરે પાર્ટીઓનું આયોજન કરે છે. જેમાં અન્ય હિન્દુ અને મલેશિયાના નાગરિકોનો સમાવેશ થાય છે.
શ્રીલંકા – આ ટાપુમાં રહેતા લોકો દિવાળીની સવારે ઉઠીને તેલથી સ્નાન કરે છે અને પૂજા માટે મંદિરમાં જાય છે. આ ઉપરાંત દિવાળી નિમિત્તે અહીં રમતો, ફટાકડા, ગાયન, નૃત્ય, ભોજન સમારંભ વગેરેનું આયોજન કરવામાં આવે છે.
આ બધા સિવાય આ તહેવાર અમેરિકા, ન્યુઝીલેન્ડ, મોરેશિયસ, સિંગાપોર, ફિજીમાં સ્થાયી થયેલા હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવે છે.
દિવાળી પર ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ખાસ કરીને લોકો દિવાળી પર ફટાકડા ફોડે છે, આ ફટાકડા ખૂબ જ ખતરનાક છે. મોજ-મસ્તીમાં હોવાને કારણે અનિચ્છનીય અકસ્માત થવાનું જોખમ રહેલું છે. તેથી તહેવારના તહેવારો દરમિયાન સલામતીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ.
દિવાળી વિશે 10 વાક્ય
દિવાળીને પ્રકાશનો તહેવાર અથવા દીપોત્સવ પણ કહેવામાં આવે છે.
દિવાળી એ ભારતનો સૌથી લોકપ્રિય અને સૌથી મોટો તહેવાર છે.
આ તહેવાર ભગવાન રામની યાદમાં ઉજવવામાં આવે છે જે ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા.
આ પ્રસંગે હિન્દુ અનુયાયીઓ માટીના દીવા પ્રગટાવે છે અને તેમના ઘરોને રંગોળીથી શણગારે છે.
આ તહેવાર પર બાળકો ફટાકડા ફોડીને ખૂબ ખુશ થાય છે.
હિન્દુઓમાં આ પ્રસંગે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.
બાળકો, વૃદ્ધો અને યુવાનો આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે.
આ દિવસે હિંદુઓ તેમના મિત્રો અને પડોશીઓને મીઠાઈ અને ભેટ આપે છે.
ભારતમાં જાહેર રજા ઉજવવામાં આવે છે અને લોકો આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી માણે છે.
તે હિંદુઓના સૌથી પ્રિય અને આનંદી તહેવારોમાંનો એક છે, જે અન્ય ધર્મો અને સંપ્રદાયોના લોકો પણ સાથે મળીને ઉજવે છે.
Advertisement