નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સને1871માંઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરસંસ્થામાં દાખલ થયા હતા અને સન 1879માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો.
નરેન્દ્રનાથની માતાએ તેમના આધ્યાત્મિક વિકાસમાં ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા તે આ મુજબ હતું, ” તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો; તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો.પરમ શાંત બનો; પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠ્ઠણ બનાવી દો. જાણવા મળે છે તેમ તેઓ ધ્યાનમાં પારંગત હતા.કહેવાય છે કે તેમને ઉંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાનદરમિયાન બુદ્ધના દર્શન થતા હતાં.
નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1૮81માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.
બાળપણથી જ તેઓએ આધ્યાત્મિકતા, ઇશ્વરાનુભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી. તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા. તેમના પર તે સમયની મહત્વની સામાજિક-ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી. તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું. બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતો, મૂર્તિપુજાને નકારતો અને સામાજિક-આર્થિક સુધારાને સમર્પિત હતો. તેઓ બ્રહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેનજેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિષે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી, પરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા.
રામકૃષ્ણની સાથે નવેમ્બર 1881માં રામકૃષ્ણ પરંહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી. નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા, તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા. રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરીવર્તન થયું, જે ઇશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. આ સમય દરમિયાન, નરેન્દ્રએ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા
વિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવજાતની સેવા ઇશ્વરની સૌથી અસરકારક સેવા છે. સ્વામી વિવેકાનંદના વિચારોની અનેક વિદ્વાનો અને પ્રખ્યાત વિચારકોએ પ્રશંસા કરી હતી તેમના પ્રવાસો, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો. તેઓ અસ્થમા, ડાયાબિટિસ અને અન્ય શારીરિક બિમારીઓથી પિડાતા હતા જુલાઈ 4, 1902ના રોજ ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે આ મહાસમાધિ હતી.
નરેન્દ્રનાથ દત્તનું બાળપણ અને અભ્યાસ
સ્વામી વિવેદાનંદના માતા ભૂવનેશ્વરી દેવી ધાર્મિક વૃત્તિના હતા અને તેમને પુત્ર જન્મે તેની માટે વારાણસીના ભગવાન વિરેશ્વરની પૂજા કરતા હતા. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતુ. ઘરે પ્રારંભિક અભ્યાસ બાદ તેમને વર્ષ 1971માં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા. તેમની અસાધારણ બુદ્ધિથી ત્યાંના શિક્ષકો પ્રભાવિત થયા હતા. તે વખતે જ કોઇ જ્યોતિષે નરેન્દ્ર નાથ સંન્યાસી બનશે તેવું ભવિષ્ય ભાખ્યું હતુ. બાળપણથી જ સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિકતા, ઇશ્વરાનુભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ હતી. તેમને ભણવાની સાથે સાથે સંગીતમાં પણ રૂચિ હતી અને આથી તેમ અહમદખાન અને વેણીગુપ્તા પાસેથી સંગીતની તાલીમ પણ મેળવી હતી.
નરેન્દ્ર નાથને વ્યાયામ પ્રત્યે ઘણી રૂચિ હતી. વર્ષ 1877માં તેમના પિતા મધ્યપ્રદેશના રાયપુર ગયા ત્યારે પિતા પુત્રની તજસ્વી બુદ્ધિ વાકેફ થયા. કલકત્તા પરત આવ્યા બાદ તેમણે અંગ્રેજી – બંગાળી સાહિત્ય અને ઇતિહાસના પુસ્તકોનું વાંચન કર્યું.
નરેન્દ્રનાથે વર્ષ 1880માં કલકત્તાની પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન મેળવ્યું. તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1884માં તેમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી. કોલેજના અભ્યાસ વખતે જ વર્ષ 1881માં તેમની મુલાકાત રામકૃષ્ણ પરમહંસ સાથે થઇ.
રામકૃષ્ણ પરમહંસ સાથે મુલાકાત અને નરેન્દ્ર નાથમાંથી બન્યા ‘સ્વામી વિવકાનંદ’
નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર ગયા અને રામકૃષ્ણની છાયામાં એમના આધ્યાત્મિક વૃત્તિને ગતિ મળી. વર્ષ 1886ની 16 ઑગસ્ટે રામકૃષ્ણે જીવનલીલા સંકેલી લીધી. એમની ચિરવિદાય પછી નરેન્દ્રનાથ અને અન્ય શિષ્યો થોડા દિવસ કાશીપુરમાં રહ્યા. ત્યાંથી વરાહનગરમાં રહેવા લાગ્યા.
1886થી 1892નાં છ વર્ષ રામકૃષ્ણ મઠ વરાહનગર ખાતે રહ્યો હતો. ત્યાંથી ‘આલમબજાર’માં ખસેડવામાં આવ્યો. ત્યાર બાદ મઠ બેલૂરમાં ગંગાકિનારે નીલાંબર મુકરજીના બાગમાં આવ્યો. પછી બેલૂરમાં જ મઠની સ્થાપના થઈ.
વરાહનગર મઠમાં જે યુવકોએ વિધિપૂર્વક વિરજાહોમ કર્યો તેમાં નરેન્દ્રનાથ પણ એક હતા. હવે એમણે પૂર્વજીવનના સંબંધો અને સંસારી નામ ત્યાગીને સંન્યાસીનાં નામો ધારણ કર્યાં હતાં. નરેન્દ્રનાથે ત્યારે ‘વિવેકાનંદ’ નામ ધારણ કરેલું. પરિવ્રાજક કાળમાં એ ‘વિવિદિશાનંદ’ અને ‘સચ્ચિદાનંદ’ તરીકે ઓળખાતા હતા.
ભારત ભ્રમણ અને વિદેશ ગમન
વિવેકાનંદ બન્યા પછી એમણે પરિવ્રાજક જીવનનો પ્રારંભ કર્યો અને ભારતનું ભ્રમણ કર્યું. પહેલાં ઉત્તર ભારતનાં તીર્થોમાં ફર્યા પછી હિમાલયમાં પરિભ્રમણ કર્યું. ત્યાંથી દિલ્હી અને રજપૂતાના ગયા. ગુજરાત અને મહારાષ્ટ્રની યાત્રા કરી, ત્યાંથી દક્ષિણ ભારતમાં કન્યાકુમારી પહોંચ્યા.
ભારતવર્ષની યાત્રા દરમિયાન એમણે અમેરિકા જવાનું વિચાર્યું હતું. તે પાછળનો આશય હતો દ્રવ્ય કમાવાનો અને તે દ્વારા ભારતની નવરચના કરવાનો. દુ:ખી દેશબાંધવોનાં દુ:ખ-નિવારણ માટે એમણે દેશભક્તિમાં સંન્યાસ જોયો અને સંન્યાસમાં દેશભક્તિ જોઈ. કન્યાકુમારીના સાગરકાંઠે જે શિલા–Rock પર વિવેકાનંદને આ દર્શન થયું તે શિલા આજે ‘વિવેકાનંદ રૉક’ તરીકે ઓળખાય છે.
ઈ. સ. 1888થી શરૂ થયેલું વિવેકાનંદનું પરિભ્રમણ 1892 સુધી ચાલુ રહેલું. અલબત્ત આ પરિભ્રમણનો કડીબદ્ધ ઇતિહાસ મળતો નથી. જોકે એમને અસલ ભારતનું દર્શન થયું એટલું ચોક્કસ. કન્યાકુમારીથી એ પોંડિચેરી (પુદુચુરી) ગયેલા. ત્યાંથી પાછા ફરતાં અનેક સ્થળે એમણે વ્યાખ્યાન આપ્યાં હતાં.
એમાંનું એક વ્યાખ્યાન હતું : ‘My mission to the West’ ‘પશ્ચિમમાં મારું કાર્ય’. એમણે અમેરિકા જવાનું મનોમન નક્કી કરી નાખ્યું હતું. હૈદરાબાદથી ચેન્નાઈ (મદ્રાસ) અને ત્યાંથી રાજસ્થાનમાં જયપુર થઈને મુંબઈ ગયા. 31 મે, 1893માં પી. ઍન્ડ ઓ. કંપનીની સ્ટીમર ‘પેનિન્સ્યુલર’માં અમેરિકા જવા રવાના થયા. ત્યાં જવાનો એમનો ચોક્કસ હેતુ હતો. વેદાન્તજ્ઞાનનો પ્રચાર અને ભારત માટે આર્થિક સહાય મેળવવી એ એમનો હેતુ હતો.
વિશ્વ ધર્મ સભામાં સ્વામી વિવેકાનંદનું યાદગાર સંબોધન
વિવેકાનંદ કોલંબોથી હોંગકોંગ થઈને જાપાનથી શિકાગો પહોંચ્યા. શિકાગોમાં એ મિસિસ હેલને ત્યાં રહ્યા હતા. શિકાગોમાં ભરાનારી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાનો એમનો આશય હતો. 1893ની 11 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ધર્મ પરિષદનું વિધિપૂર્વક ઉદઘાટન થયું હતું. સાંજની સભામાં વિવેકાનંદે ટૂંકું વ્યાખ્યાન આપ્યું.
એમણે કરેલું સંબોધન ‘બહેનો અને ભાઈઓ’ સહુને આકર્ષી ગયું અને સભાએ તાળીઓના ગડગડાટથી એમના શબ્દો વધાવી લીધા. એ વ્યાખ્યાનમાં એમણે કહેલું : ‘મને ગર્વ થાય છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે.’
વિવેકાનંદના વ્યાખ્યાનમાં હૃદયને સ્પર્શતી સચ્ચાઈ અને દૃષ્ટિબિન્દુની વિશાળતાએ સભા મુગ્ધ થઈ અને સ્વામી વિવેકાનંદ છવાઈ ગયા. એ પરિષદમાં એમણે પછીથી ‘હિન્દુ ધર્મ’ વિશે વ્યાખ્યાન આપેલું જેનાથી એમની ખ્યાતિ વિશ્વમાં થઈ. ત્યારે એમણે સભાને ‘અમૃતનાં સંતાનો’ એવું સંબોધન કર્યું હતું.
એ ધર્મ પરિષદમાં એમણે ‘ભારતવર્ષને ધર્મની તાત્કાલિક જરૂર નથી’ અને ‘બૌદ્ધ ધર્મ એટલે હિન્દુ ધર્મની પૂર્તિ’ એ અન્ય બે વ્યાખ્યાનો આપ્યાં હતાં. એમના વક્તવ્યથી સહુ પ્રભાવિત થયેલા અને ‘ધી ન્યૂયૉર્ક હેરોલ્ડ’માં લખાયું હતું કે ‘સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદની સૌથી મહાન વ્યક્તિ છે, એમાં શંકા નથી. એમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી એમ લાગે છે કે આવી સુશિક્ષિત પ્રજા માટે મિશનરીઓને મોકલવા એ કેટલું મૂર્ખાઈ ભર્યું છે.’ એમના વિચારોથી એ પૂર્વના સંદેશવાહક મહાપુરુષ રૂપે ઓળખાયા.
એમણે અમેરિકામાં અનેક વ્યાખ્યાનો આપીને હિન્દુ ધર્મની ભવ્યતા ઉજાગર કરી. ભારતમાં એમના કાર્યને અંજલિ આપવા માટે કોલકાતામાં સભાનું આયોજન થયું હતું. સ્વામીજી ભારતમાં લોકોના હૃદયમાં વસી ગયા. શિકાગોમાં બે માસ રહ્યા. ન્યૂયૉર્ક અને બોસ્ટનમાં પણ એમણે પોતાનું વેદાન્તપ્રચારનું કાર્ય કર્યું. ત્યાંથી ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ત્રણ માસ વસવાટ કર્યો.
સ્વામીજીના અંગત સચિવ તરીકે ગુડવિન હતા. એમનું અકાળે અવસાન થયું હતું. ઇંગ્લૅન્ડથી અમેરિકા અને અમેરિકાથી પાછા 1896માં ઇંગ્લૅન્ડ પ્રવાસ કર્યો. હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યાપક વિલિયમ જેમ્સ એમને ‘ગુરુ’ કહેતા અને એમણે એમના પુસ્તકમાં સ્વામીજીને ‘આદર્શ વેદાંતી’ તરીકે ઓળખાવ્યા હતા. યુરોપના પ્રવાસમાં એમણે ઠેરઠેર વ્યાખ્યાનો આપીને હિન્દુ ધર્મના પ્રચારનું કાર્ય કર્યું. 1896ના અંતમાં યુરોપથી ભારત આવ્યા. વચ્ચેના દેશોનો પ્રવાસ એમણે કર્યો હતો.
મહાન વિભૂતિનું નાની વયે નિધન
દુનિયાભરમાં ભારતીય સંસ્કૃત, આધ્યાત્મવાદની ખ્યાતી ફેલાવનાર આ મહાન સપૂરનું બહુ નાની વયને નિધન થયુ હતુ. વર્ષ1901માં બેલૂર મઠમાં આવ્યા બાદ તેમનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યુ હતુ. જીવનભર કર્મશીલ રહેનાર સ્વામી વિવેકાનંદનું 4 જુલાઈ, 1902ના રોજ અવસાન થયું ત્યારે એમની ઉંમર 39 વર્ષ, 5 માસ અને 24 દિવસ હતી. તેમનું સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય એક સુત્ર આજે પણ ભારતીયોને પ્રેરિત કરી રહ્યુ છે. ‘उत्तिष्ढत जाग्रत प्राप्य वरान्निबोधत’ (ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો).
સ્વામી વિવેકાનંદના સોનેરી સુત્રો
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.જ્યાં સુધી જીવવો ત્યાં સુધી શીખવું, અનુભવ જગતમાં સર્વ શ્રેષ્ઠ શિક્ષક છે.કોઈ દિવસ જયારે તમારી સામે કોઈ સમસ્યા ન આવે, તમે સુનિશ્ચિત કરવું કે તમે ખોટા માર્ગે ચાલી રહ્યા છો.જે આગ આ૫ણને ગરમી આપે છે, તે આગ આ૫ણને નાશ ૫ણ કરી શકે છે.જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો પ્રચંડ ખંત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવી જોઇએ.પોતાના ૫ર વિશ્વાસ રાખો, અડગ રહો અને મજબુત બનો, આ૫ણને એની જ જરૂર છે.
રાષ્ટ્રીય યુવા દિવસ
ભારતમાં દર વર્ષે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ એટલે કે 12 જાન્યુઆરીના રોજ તેમની યાદીમાં રાષ્ટ્રીય યુવા દિન ( ( National Youth Day)ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના નિર્ણય અનુસાર, વર્ષ 1985ને ‘આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તેના મહત્વને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે વર્ષ 1985માં હવેથી દર વર્ષે 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ હતુ.