Advertisement
ચામુંડા માતાનું મહત્વ
ચામુંડા (સંસ્કૃત: चामुण्डा), હિંદુ ધર્મમાં માતાજી તરીકે પૂજાય છે. ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે. માતા ચામુંડાને ક્યારેક પાર્વતી, ચંડી અને કાલિનું સ્વરૂપ પણ મનાય છે. માતા ચામુંડાનો નિવાસ મોટાભાગે વડનાં વૃક્ષમાં મનાય છે. હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ ચામુંડા માતાનું ઘણું મહત્વ મનાયું છે.[૨] ત્રિશુલ અને તલવાર એ ચામુંડાનાં આયુધો છે.
ચોટીલાનો સમાવેશ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. અહીં ચામુંડા માં નું મંદિર આવેલું છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પહેલા આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. ચામુંડા માં ( Chamunda maa ) એ શક્તિના 64 અવતારોમાંથી એક અવતાર છે. ચામુંડા માતાજીનું આ મંદિર જગપ્રસિદ્ધ છે અને તે ચોટીલા પર્વતના શિખર પર આવેલું છે.
ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ
ચામુંડા માતાજીના ડુંગર પર ચડવા માટે લગભગ 650 જેટલા પગથીયા છે. જેને ચડવા અને ઉતરવા માટે ખુબ જ સારી સગવડ તેમજ પગથીયા પણ અલગ – અલગ ની સગવડ આપવામા આવી છે , તેમજ ડુંગર ના શિખર સુધી છાયડો અને તેમજ થોડાક થોડાક અંતરે પીવાના પાણી ની સગવડ કરવામાં આવી છે, અહી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા આવે છે.
ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા માતાએ પૂર્ણ કર્યા છે. કહેવાય છે કે ચોટીલાના ડુંગરેમા ચામુંડા હાજરો હાજુર છે.
ચંડ અને મુંડ રાક્ષસોનો નાશ
હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. જેઓ અહીંના આજુબાજુના લોકોને ખૂબ જ ત્રાસ આપતા હતા. એ ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાં રહેતા ઋષિમુનિઓએ આધ્યશક્તિની આરાધના કરી. ત્યારે આદિ આધ્યશક્તિ પ્રસન્ન થયા અને એ બે રાક્ષસોનો વધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિ રૂપે અવતરી આ બે રાક્ષસોનો નાશ કર્યો હતો. ત્યારથી મહાશક્તિ ચામુંડાના ( Chamunda maa ) નામથી ઓળખાય છે. જ્યાં ચંડ મુડનો વધ કર્યો એ જ ડુંગર પર માતાની સ્થાપના કરવામાં આવી છે.
ચામુંડા માતાનું વાહન સિંહ છે. આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. એટલા માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઇ રહેતું નથી. ખૂદ પૂજારી પણ ડુંગરી ઊતરી નીચે આવી જાય છે. માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઇ રહેતું નથી. માતાની રક્ષા કરવા સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે. એવું પણ લોકો દ્વારા સાંભળવા મળ્યું છે.
આઠમના મેળામાં ઉમટી પડે છે ભીડ
ડુંગર પર જતા વચ્ચે કિલ્લાની દક્ષિણમાં ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક છે. બન્ને મંદિરો વચ્ચે વાવ પણ છે. આસો મહિનામાં આઠમ પર અહીં મેળો ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. માતાજીનાં મંદિરમાં નવરાત્રી વખતે ગરબો રમવાથી ભક્તોની મનોકામના પુરી થાય છે. અહીં 3 લાખ જેટલા લોકો મેળામાં ભાગ લેવા આવે છે.
અહીં આવેલો છે ઐતિહાસિક કિલ્લો
શિવાજી મહારાજનો ઐતિહાસિક કિલ્લો પારનેરાનાં આ ડુંગર પર આવ્યો છે. સાથે જ પેશ્વા સમયની અહીં 3 ઐતિહાસિક વાવ આવેલી છે. આ વાવમાં પાણી હજુ સુધી ઘટ્યું નથી. લોકો દૂર દૂરથી તે જોવા માટે આવે છે.
માતાજીના મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે. આ યાત્રાધામ ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં કોઈ પગ પાળા આવે છે તો કોક પગથિયે સાથિયો પુરે છે, તો ઘણા લોકો પગથીયા પર ફૂલ મુકીને વિવિધ પ્રસાદ ધરાવે છે.
Advertisement