દંતકથાઓ
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને પૌરાણિક પુરાવાઓ તપાસીએ તો, માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવ નો વિ.સ. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સન. ૧૬૦૧ નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે, તે ૧૬મા શતકના છે. એક બીજા સન ૧૭૭૯ ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. અર્થાત કે. ઈ.સ. ૧૪મા શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીયા કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે. આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ સ્થાન પર વિમળ શાહે ૩૬૦ દેરાસરો બંધાવ્યા, પણ માતાજીએ પૂછ્યું કે આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી? ત્યારે વિમળશાહે ઉત્તર આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ ઉત્તર થી ક્રોધિત થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા અને માત્ર પાંચ રહેવા દીધા.
દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની સહાયતા માંગી. ભગવાન શિવે સહાયતા માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં માં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.
બીજી એક કથા પ્રમાણે માં સીતાજીની શોધ કરતાં શ્રી રામ અને શ્રી લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. શ્રી રામ અને શ્રી લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી શ્રી રામે રાવણનો નાશ કર્યો.
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા માં અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.
અંબાજી મંદિરનો ઇતિહાસ
અંબે માતા અથવા માતા દેવીનું સ્થાન હિન્દુ યાત્રાળુઓ માટે ધાર્મિક પર્યટન માટેનું પ્રખ્યાત સ્થળ છે. આ મંદિર પૂર્વ વૈદિક સમયથી પૂજાતું આવ્યું છે અને અરવલ્લી પર્વતોની ટોચ પર મંદિર આવેલું હોવાથી દેવીને અરસુર ની અંબે મા તરીકે સ્વીકારવામાં આવી છે.
અંબાજી મંદિરને એક મહત્વપૂર્ણ શક્તિપીઠ તરીકે વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે અને તે જાણીતું છે કે આજુબાજુના સ્થાનિકો અંબાજીનું નામ પવિત્ર સ્તોત્ર તરીકે લેતા રહે છે. અંબાજી વિશ્વના સર્વોચ્ચ કોસ્મિક નિયંત્રક તરીકે પ્રશંસા કરવામાં આવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ, દેવીની મૂર્તિ અથવા ચિત્ર ક્યારેય નહોતું બન્યું, જોકે નિવાસી પૂજારીઓએ છતની ઉપરના આંતરિક ભાગને એવી રીતે દોર્યો હતો કે જે દેવીની અદભૂત છબીને જાગી શકે.
અંદરની દિવાલમાં એક સરળ ગોખ છે જે પ્રખ્યાત સુવર્ણ શક્તિ વિસા શ્રી યંત્ર ધરાવે છે જેનો ઉતરો આકાર છે અને તેમાં 51 પવિત્ર બિજ અક્ષરો છે. યંત્રની પૂજા થઈ શકે છે પરંતુ ફોટોગ્રાફ નહીં કરી શકાય તેવી પૂરતી સાવચેતી રાખવામાં આવી છે.
ભક્તોને પણ યંત્રની પૂજા કરવાની મંજૂરી આપતા પહેલા તેમની આંખોને સફેદ કપડાથી બાંધી દેવાનું કહેવામાં આવે છે. ઇતિહાસ કહે છે કે અંબાજી મંદિરમાં એક તાંત્રિક ભૂતકાળ છે અને પ્રખ્યાત આદરણીય બટુક તાંત્રિક આ મંદિર સાથે સંકળાયેલ છે.
અંબાજીની બે વિશેષતા
અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. બાળવામાં તો ઘી જ જોઈએ. તેલ ખવાય તો નહિ જ. તેમજ માથામાંયે ન નખાય, પરંતુ ઘી નાખી શકાય. બીજું એ કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ. કોઈ પણ પુરુષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય. વ્યભિચાર તો દૂર રહ્યો, પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય. સ્ત્રીસંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે. અને એને મોટું નુકસાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે. આ શ્રદ્ધાને પરિણામે જ યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે.
અંબાજીમાં વર્ષે બેથી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે. અંબાજીની માન્યતા નાગર સંસ્કારી કોમમાં ઘણી હોવાથી આ ભવાઈનો રિવાજ હજીયે ચાલુ છે.
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં…
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણથીયે જૂના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા (બાબરી) આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રુક્મિણીએ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ. સ. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯)નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્વારમાં એક સં. ૧૬૦૧નો લેખ છે, તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે, તે ૧૬મા શતકના છે. એક બીજા સં. ૧૭૭૯ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. ૧૪મા શતકથી તો આરાસુરનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાંનાં બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે, કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ-પહાણનાં જૈન દેરાસરો છે. આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે ૩૬૦ દેરાસરો બંધાવ્યાં હતાં
સીતાજીની શોધમાં….
બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું, રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઈ અજય નામનું એક બાણ આપ્યું, જેનાથી રામે રાવણનો નાશ કર્યો.
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.
22.670831771.5723953