16મા હપ્તાના પૈસા ક્યારે મળશે?
મોદી સરકાર ફેબ્રુઆરી, 2024થી માર્ચ, 2024 વચ્ચે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા માટે નાણાં રિલીઝ કરી શકે છે. જો કે સરકારે આ મામલે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે, જેના દ્વારા સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ 6,000 રૂપિયા ગરીબ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. સરકાર આ પૈસા ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચ માટે આપે છે. કોઈપણ જમીન ધરાવનાર ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. પરંતુ તે કોઈપણ સરકારી નોકરીમાં ન હોવો જોઈએ. આ સાથે, 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવનારા ખેડૂતો અને EPFO સભ્યો વગેરેને પણ આ યોજનાનો લાભ મળી શકશે નહીં.
પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી નામ કેવી રીતે જોવું
સૌથી પહેલાં https://pmkisan.gov.in/ની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
ત્યારબાદ તેના Home Page પર જાઓ.
આ Home Page પર તમને Dashboard નો વિકલ્પ જોવા મળશે.
આ DashBoard પર “Beneficiary List” જોવા મળશે તેન પર ક્લિક કરો.
ત્યારબાદ પર નવો વિન્ડો ખુલશે.
હવે રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે.
તમારી માહિતી પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો.
ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવી યાદી ખુલશે.
છેલ્લે, જો તમારું નામ આ લિસ્ટમાં હશે, તો તમને 16 મા હપ્તાના રૂપિયા 2000/- મળશે.
પીએમ કિસાનની તમારી અરજીનું સ્ટેટસ જુઓ
સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
હવે તમારી સામે Village Dashboard નો વિકલ્પ દેખાશે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
હવે તમારે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામનું નામ ભરવાનું રહેશે.
હવે Submit Button પર ક્લિક કરો.
પીએમ કિસાન યોજના માટે કેવી રીતે અરજી કરવી ?
ઓનલાઈન અરજી માટે યોજનાની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
અહીં નવા ખેડૂત નોંધણીનો વિકલ્પ પસંદ કરો. આગળ તમારો આધાર અને કેપ્ચા કોડ દાખલ કરો.
પછી તમારી જમીન શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારમાં, આ વિકલ્પ પસંદ કરો.
આગળ તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
આ પછી તમારા મોબાઈલ પર OTP આવશે, તેને એન્ટર કરો.
આ પછી નોંધણી માટે આગળ વધો. આગળ તમારે તમારા રાજ્ય, જિલ્લો, ગામ, બેંક વિગતો અને વ્યક્તિગત વિગતો જેવી બધી માહિતી તપાસવી પડશે.
આધારનું વધુ પ્રમાણીકરણ કરવાનું રહેશે.
KYC પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે તમારી જમીન સંબંધિત દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે. આ રીતે યોજનાની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થશે.