મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ૨૬ સપ્ટેઁબર ૧૯૩૨ના થયો હતો. દેશના વિભાજન બાદ તેમનો પરિવાર ભારત ચાલી આવ્યો. અહીઁ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે સ્નાતક તથા સ્નાતકોત્તર સ્તરનો અભ્યાસ પૂરો કર્યો. બાદમાં તેઓ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા, જ્યાંથી તેમણે પી.એચ.ડી. કરી. આ પછી તેમણે ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ડી.ફિલ. પણ કર્યુઁ. તેમનું પુસ્તક ઇંડિયાઝ એક્સપોર્ટ ટ્રેંડ્સ એંડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ, (અંગ્રેજી: India’s Export Trends and Prospects for Self-Sustained Growth),
ભારતની અન્તર્મુખી વ્યાપાર નીતિની પહેલી અને તિવ્ર આલોચના મનાય છે. ડો. સિંહે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે ઘણી ખ્યાતિ મેળવી. તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને બાદમાં પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રધ્યાપક રહ્યાં. આ વચ્ચે તેઓ UNCTAD સચિવાલયમાં સલાહકાર પણ રહ્યાં અને ૧૯૮૭ તથા ૧૯૯૦માં જીનીવામાં સાઉથ કમીશનમાં સચિવ પણ રહ્યાં છે. ૧૯૭૧માં ડો. સિંહની ભારતના નાણા મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિમુણક કરવામાં આવી. આના તુરંત બાદ ૧૯૭૨માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવાયા. આ બાદના વર્ષોંમાં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના સલાહકાર અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ રહ્યાં છે. ભારતના આર્થિક ઇતિહાસમાં હાલના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ડો. સિંહ ૧૯૯૧થી ૧૯૯૬ સુધી ભારતના નાણા મંત્રી રહ્યાં. તેમને ભારતના આર્થિક સુધારાના પ્રણેતા મનાય છે. ડો. સિંહના પરિવારમાં તેમની પત્ની શ્રીમતિ ગુરશરણ કૌર અને તેમની ત્રણ પુત્રીઓ છે.
મહત્વપૂર્ણ પડાવો
૧૯૫૭-૧૯૬૪ : ચંડીગઢ સ્થિત પંજાબ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક
૧૯૬૯-૧૯૭૧ : દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં અંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રોફેસર
૧૯૭૬ : દિલ્હીના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં માનદ પ્રોફેસર
૧૯૮૨-૧૯૮૫ : ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર
૧૯૮૫-૧૯૮૭ : યોજના આયોગના ઉપાધ્યક્ષ
૧૯૮૭ : પદ્મવિભૂષણ
૧૯૯૦-૧૯૯૧ : ભારતીય વડાપ્રધાનના આર્થિક સલાહકાર
૧૯૯૧ : નરસિંહરાવના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારમાં નાણા મંત્રી
૧૯૯૧ : આસામની સીટ પર રાજ્ય સભાના સભ્ય
૧૯૯૫ : બીજી વખત રાજ્યસભાના સભ્ય
૧૯૯૬ : દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં માનદ પ્રોફેસર
૧૯૯૯ : દક્ષિણ દિલ્હીમાંથી લોક સભાની ચુંટણી લડ્યા, પણ હારી ગયા
૨૦૦૧ : ત્રીજી વખત રાજ્યસભાના સભ્ય અને સંસદમાં વિપક્ષના નેતા
૨૦૦૪ : ભારતના વડાપ્રધાન
૧૯૮૭ માં પદ્મવિભૂષણ,
૧૯૯૫ માં ઇંડિયન સાઇંસ કાંગ્રેસ નો જવાહરલાલ નેહરૂ પુરસ્કાર,
૧૯૯૩ અને ૧૯૯૪ નો એશિયા મની અવાર્ડ ફૉર ફાઇનાંસ મિનિસ્ટર ઑફ ધ ઇયર,
૧૯૯૪ નો યૂરો મની અવાર્ડ ફૉર ધ ફાઇનાંસ મિનિસ્ટર ઑફ ધ ઇયર,
૧૯૫૬ માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય નો ઍડમ સ્મિથ પુરસ્કાર