Gujarat Ration Card List 2024 : તમારા ગામનુ રેશન કાર્ડનુ લીસ્ટ જુઓ અહીં થી

Gujarat Ration Card List 2024 | રેશનકાર્ડ લીસ્ટ ગુજરાત 2024: સામાન્ય રીતે રેશનકાર્ડ દરેક પાસે હોય છે. રેશનકાર્ડ નો આમ તો મુખ્ય હેતુ સસ્તા અનાજની દુકાને થી રાશન લેવા માટે થતો હોય છે. જો કે રેશન કાર્ડનો વિવિધ હેતુ માટે પ ઉપયોગ કરવામા આવે છે. કયારેક આપણે ઓચીંતા રેશનકાર્ડ નંબરની જરૂરીયાત પડતી હોય છે. પરંતુ રેશન કાર્ડ Smartphone મા ન હોવાથી અને ઓનલાઇન માહિતીના અભાવે રેશનકાર્ડ નો ડેટા મળી શકતો નથી. આજે આપણે આ પોસ્ટમા Online રેશનકાર્ડ નોડેટા અને લીસ્ટ કઇ રીતે જોવુ તેની માહિતી મેળવીએ.

Gujarat Ration Card List 2024

જો તમે નવુ રેશનકાર્ડ કઢાવવા માટે અરજી કરી હોય અથવા અરજી કર્યા પછી તમારું રેશન કાર્ડની યાદીમાં આવ્યું છે કે કેમ તે ચેક કરવા માંગતા હોય તો તેના માટે નીચે સરળ પ્રોસેસ આપેલી છે. તેને અનુસરીને તમે રેશનકાર્ડના લીસ્ટમા તમારૂ નામ સર્ચ કરી શકો છો. આ ઉપરાંત અમે તમને ગુજરાત ના રેશન કાર્ડ 2024 ધારકોનુ લીસ્ટ અને ઓફીસીયલ વેબસાઇટનો ઉપયોગ કરીને એપ્લિકેશનની સ્થિતિ કેમ ચેક કરવી તેની માહિતી પણ આપેલી છે. તમે નીચે આપેલ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડલાઇન અનુસરીને ગુજરાત રેશન કાર્ડ લાભાર્થીની યાદીમાં તમારુ નામ ચેક કરી શકો છો તેમજ Official Website દ્વારા અરજીની સ્થિતિ પણ ચેક કરી શકો છો.

રેશનકાર્ડ લીસ્ટ ગુજરાત 2024

  • રેશન કાર્ડ નુ લીસ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે સતાવાર વેબસાઇટ https://ipds.gujarat.gov.in ઓપન કરવાની રહેશે.
  • સિવાય તમે નીચે આપેલ લીંક પરથી કલીક કરીને સીધા આ Website ઓપન કરી શકો છો.
  • ત્યારબાદ આ ઓપન થયેલ વેબસાઇટ મા વર્ષ અને મહિનો નાખી કેપ્ચા કોડ નાખી સબમીટ ઓપ્શન આપો.
  • ત્યારબાદ તમારી સામે જિલ્લાઓનુ લીસ્ટ ખુલશે. તેમા તમારે જે જિલ્લાનુ રેશન કાર્ડ નુ લીસ્ટ જોવુ હોય તેના પર કલીક કરો.
  • ત્યારબાદ તમે સીલેકટ કરેલા જિલ્લાના તમામ તાલુકાઓનુ લીસ્ટ આવશે.
  • આ પૈકી તમે જે તાલુકાનુ લીસ્ટ જોવા માંગતા હોય તેના પર કલીક કરો.
  • ત્યારબાદ તમારી સામે તે તાલુકાના તમામ ગામોનુ લીસ્ટ ઓપન થશે. જેમા તમને નીચે મુજબના વિવિધ વિભાગ જોવા મળશે.
  • જેમા તમને NFSA અને NON NFSA આવા બે વિભાગ જોવા મળશે. જેમા AAY, APL-1, APL-2, BPL આવા ઓપ્શન પણ હશે.
  • તેમા તમારુ જે પ્રકારનુ રેશન કાર્ડ હોય તેના પર કલીક કરવાનુ રહેશે. કલીક કરતા તમારા ગામના તમામ રેશન કાર્ડ ધારકોનુ લીસ્ટ ખુલી જશે. જેમા તમારુ નામ Search કરો.
  • જેમા તમારા નામની સામે રેશનકાર્ડ નંબર લખેલ લશે તેના પર કલીક કરતા તમારા પરિવારના રેશનકાર્ડ ની વિગતો જોવા મળશે

મહત્વપૂર્ણ લીંક

રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત ૨૦૨૪ : અહી ક્લિક કરો 

હોમપેજ : અહી ક્લિક કરો 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top