નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી પોસ્ટ માં. અહીં તમને Sad Shayari મળી રહેશે. આ શાયરી તમે Whatsapp,Facebook અને Instagram માં Share કરી શકો છો. અહીં તમને સારું એવું Sad Shayari Gujarati નું કલેક્શન મળી રહેશે. Sad Shayari એ દુભાયેલી લાગણીઓને વ્યક્ત કરવાનો એક શ્રેષ્ઠ જરિયો છે.
આશા છે કે તમને આમારી પોસ્ટ પસંદ આવશે અને તમે મિત્રો સાથે શેર પણ કરશો.
Read Also: 150+ Best Gujarati Shayari
દર્દ ભરી શાયરી
#જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ?
#કેટલું અઘરું છે એ વ્યક્તિને ગુડ બાય કહેવું,
જેની સાથે આખી જિંદગી વિતાવવાના પ્રોમિસ કરેલા હોય.
#રહી રહી ને દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
હરદમ જો તેની યાદ રડાવે તો શું કરૂ ?
ખબર મળ્યા હતા કે થશે મુલાકાત સ્વપ્ન માં
પણ રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ ?
#પ્રેમના નિયમોને હું સારી રીતે જાણું છું,
એટલે જ તને બીજા સાથે હસતા
જોઇને હું પણ હસી લઉં છું.
#ફુલ અમને ગમતા નથી
અને કાંટા ઓ પર અમને મમતા નથી
ગમ્યા છે અમને પર્વતો જેકોઇને નમતા નથી.
બીજી ગમે છે તમારી મિત્રતા,
કે જેને તોડવાની પેલા પર્વતોમાં ક્ષમતા નથી.
#એક દીન તો મિલન નો હોવો જોઈએ,
તું ખુદા નથી કે જીવતે જીવ ન મળે.
#સવાલ નથી મારી આંખની ભીનાશનો,
સવાલ છે કોરા રહી ગયેલા દુપટ્ટાના છેડાનો.
#તારા પ્રેમમાં કંઇક તો વાત હતી
જે હવે મારી એક યાદ બની ગઈ છે
ભિંજવ્યાં હતા જેને મેં પળ – પળમાં
એ દરેક પળ હવે મારી રાત બની ગઈ છે.
#વાત ખાલી છોડવાની હતી,
છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.
#બેવફા લોકો ને અમારા થી વધુ કોણ જાણશે,
અમે તો એ દીવાના છે,
જેને કોઈ ની નફરત થી પણ પ્યાર હતો.
#કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહ્યું હતું કે હવે આવી ભૂલ નહિ થાય.
#અમારી ભૂલો ને માફ કરતા રહેજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો.
#જેને ચાહો છો એ નથી મળ્યું તો
એક વાર જે મળ્યું છે એને ચાહીને જોઈ લો.
#ખુશીઓ નું શહેર અને મારુ દિલ ઉદાસ છે,
બીજા કોઈની તમન્ના નથી બસ તમારો જ ઇંતજાર છે.
#તમારી કિંમત એટલીજ રાખો સાહેબ
જેટલી સામે વાળો માણસ ચુકવી શકે
જો મોઘા થઈ ગયા તો એકલા પડી જશો.
Bewafa Shayari in Gujarati
#પ્રેમ અધુરો રહ્યો,
પણ બરબાદી પૂરેપૂરી થઇ છે મારી.
#દરેક ક્ષણનો અહેસાસ થાય છે,
વિશ્વાસ વિશ્વાસ બનાવે છે,
કેટલાક સંબંધો વિશ્વાસ દ્વારા રચાય છે,
અને તે સંબંધો કોઈને વિશેષ બનાવે છે.
#દાગીના મુકવા માટે લોકર મળી શકે ,
પૈસા મુકવા માટે બેંક મળી શકે
પણ હૈયાની વાત મુકવા માટે લાયક જગ્યા મળવી મુશ્કેલ છે,
એ જગ્યા નું નામ એટલે “દોસ્ત”.
#વેચ્યા છે મેં તરસ ને છીપાવવા આંસુ
કોઈ સમજી નહિ શકે મારી તલબ ને.
#પલમાં વહી જશે જિંદગી
બસ શબ્દો મારી યાદ અપાવશે
ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં તો પણ
તારા વગર કેમનું જીવાશે.
#જે પ્રેમને હું અત્યાર સુધી રેશમની ડોર સમજતો હતો,
એ તો ખરેખર દિલ માટે ફંદો સાબિત થઈ.
#કોણ સાચવશે તને મારી જેમ,
જે અલગ પણ રહે અને ખુબ પ્રેમ પણ કરે.
#મારી લાશ પણ તારી શેરીએ થી ગુજરી રહી છે,
મર્યા પછી પણ અમે રસ્તો નથી બદલ્યો.
#પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો,
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો,
બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા
સ્વપ્નમાંથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો.
#ખબર નહોતી કે એ લોકો પણ બદલાઈ જશે,
કે જેના માટે અમે ખુદ ને બદલી નાખ્યા હતા.
#જયારે બીજાના માટે જીવતા હતા ત્યાં સુધી કાંઈ વાંધો ના આવ્યો,
થોડુંક પોતાના માટે શું વિચાર્યું જમાનો દુશ્મન બની ગયો અમારો.
#ઝીંદગી મળવી એ નસીબ ની વાત છે,
મુત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મુત્યુ પછી પણ કોઈ ના હદય માં
જીવતા રહેવું એ જીંદગી માં કરેલા કર્મ ની વાત છે.
#તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે, મારી શુ જરૂરત છે તને.
#જે સમયસર રીપ્લાઈ નથી આપતી
એ સમય આવે ત્યારે સાથ શું આપશે
#ફેમસ થવુ હોય ને,
તો દુનિયાની નજર મા બદનામ થવુ પડે.
Read Also: 130+ Bewafa Status
Sad Quotes in Gujarati
#એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ.
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે.
#જીંદગી તો સાલી
એવી જીવવાની
કે મરીયે ત્યારે લોકો
વન્સમોર ની બુમો પાડે.
#તમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે,
છે રોશની તોય મને અંધકાર લાગે છે,
છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે,
તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે.
#પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે.
#પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો
આજકાલ જમાનો એવો આવ્યો છે કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે.
#વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે,
દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે.
#જે માણસ તમને રડવા માટે
ખભો આપે છે ને સાહેબ
એ જ માણસ પાસે રડવા માટે
કોઈનો ખભો નથી હોતો.
#અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.
#તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસે આવવાની,
નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.
#આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી,
પણ સાહેબ અમારી પર્સનાલિટી જોઇને લોકો બળી જાય
એમાં અમારો શુ વાંક.
#કરીએ પ્રિત અનોખી,
કે સાંજ પણ શરમાય.
હું હોંઉ સૂરજ સામે,
ને પડછાયો તુજ માં દેખાય.
#મારી આજ હું
આનંદથી જીવું છું
આવતીકાલ ને
જે કરવું હોય તે કરે.
#ઝીંદગી બડી અજીબ હોતી હૈ,
કભી હાર તો કભી જીત હોતી હૈ,
તમન્ના રાખો સમંદર કી ગહરાઈ કો છુને કી,
કિનારો પે તો બસ ઝીંદગી કી શૂરૂઆત હોતી હૈ.
#કૌન કહેતા હૈ કી આદમી અપની કિસ્મત ખુદ લિખતા હૈ
અગર યે સચ હૈ તો કિસ્મત મેં દર્દ કૌન લિખતા હૈ.
#જે લોકોને પ્રયાસ જ નથી કરવો,
એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગશે.
Breakup Shayari in Gujarati
#ભુલી જવુ અને ભુલાવી દેવુ
આ બધુ તો મગજ નું કામ છે
તમે તો દિલમાં રહો છો
ચિંતા ના કરતા.
#એમની નજરમાં ફરક આજે પણ નથી પડ્યો.
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી જાય છે.
#જિંદગીમાં સુખી થવું હોય તો,
સંબંધોને “સાચવતા” શીખો વાપરતા નહીં.
#પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે,
એવું જરૂરી નથી હોતું,
સાહેબ કેમકે
મળ્યા વગરનો પ્રેમ
પણ અદ્દ્ભુત હોય છે.
#કલ્પના સુંદર હોય છે
પણ જીવી શકાતી નથી
વાસ્તવિકતા કડવી હોય છે
પણ મારી શકાતી નથી.
#તું નીચે પડી તો જો
કોઈ નહિ આવે તને ઉપાડવા
જરા તું ઉડી તો જો
બધા આવશે તને પછાડવા.
#એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને
વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.
#લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય,
પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે.
#છેતરાયેલ અને ઘડાયેલ
ક્યારેય પાછા પડતાં નથી.
#સમજો તો સારું
ના સમજો તો
એ તમારું બહાનું.
#સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે,
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને.
#ઓયે જિંદગી,
તુ જેમ જેમ ઓછી થતી જાય છે,
એમ એમ વધારે ગમતી જાય છે.
#ભાર એવો આપજે કે ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.
#ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે.
#ભુલીજા તારા ભુતકાળ ને
એ તો માત્ર પવન ની લહેર હતી
સંભાળ તારા ભવિષ્ય ને
તુફાન તો હજું બાકી છે.
બેવફા શાયરી
#મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.
#હૃદય પર જો પ્રભુનું આસન હોય,
અને મન પર જ પ્રભુનું શાસન હોય,
તેનું જીવન હંમેશા વૃંદાવન હોય.
#મૂળ વગરના વૃક્ષ,
ને વિશ્વાસ વગર ના સબંધ,,
વધુ સમય ટકતા નથી.
#કોઈની લાગવગની મારે જરુર નથી,
તારી સાથેનો પ્રેમનો કેસ તો
હું જાતે જ જીતી લઈશ.
#મળ્યા છો કંઇક એ રીતે જાણે, પુરી થઈ છે મન્નત,
જ્યારથી આવ્યા છો જિંદગીમાં,
જિંદગી જાણે જન્નત થઇ છે.
#શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.
#જેને ચાહો છો એ નથી મળ્યું,
તો એક વાર જે મળ્યું છે,
એને ચાહીને જોઈ લો.
#સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ
આપણું પોતાનું મળે.
#મંજીલે પહોચતાં
એટલું સમજાય ગયું
જે બચાવવાનું હતુ
એ જ ખરચાઇ ગયું.
#જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના
દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય.
#ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો,
પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ નથી આપતો.
#કદર હોય કે કિંમત
બહાર ના જ કરે દોસ્ત,
ઘર ના તો ખાલી સંભળાવે.
#આ દુનિયા ની
સૌથી મોટી તકલીફ એ છે કે
લોકો સાચું મનમાં બોલે છે
અને ખોટું બુમો પાડી ને બોલે છે.
#તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ,
અને અમે ૨ડ્યા તો ચોમાસુ બેસી ગયું.
#હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,
બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.
Read Also: [150+] ગુજરાતી જન્મદિવસની શુભકામનાઓ
લાગણી શાયરી
#અમારા સપના જોવાનું મેંલી દે ગાંડી,
કારણ કે સાવજ ના સપના જોવા માટે સીંહણ થાવુ પડે.
#સુંદર હોવું જરૂરી નથી.
કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.
#કેટલાક સુખોનો
અહેસાસ એટલા માટે નથી થતો
કારણકે એ મફત માં મળતા હોય છે.
#પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ
એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.
#કોઈની ભૂલ હોય તો
શુભચિંતક બની કાનમાં કહેજો,
નહીં કે ગામ માં.
#ગુલાબ તો મારી પાસે પણ છે,
સાહેબ પણ એની સુગંધ
બીજા ના નસીબ માં છે.
#ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની,
એની પાસે તો મારાં જેવાં કેટલાંય ૨મકડાં હતા.
#જિંદગી જે શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર.
#મે કીધું ચા મોળી છે,
થોડી ખાંડ નાખો,
ને એણે એઠી કરીને કીધું,
જરા હવે ચાખો.
#નયન માં વસ્યા છો
જરા યાદ કરજો કદી કામ પડે તો
મને તો પડી છે આદત તમને યાદ કરવાની
જો હિચકી આવે તો માફ કરજો.
#ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી,
પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે.
#સબંધ વટ કરવાથી નહીં,
વાત કરવાથી સચવાય છે.
#ના પૂછતા મને મારા આંસુઓનું કારણ
તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે.
#હસું છું એટલે માની ના લેતા કે સુખી છું,
રડી નથી શકતો એટલે હું દુઃખી છું.
#છે આકર્ષણ ગજબનું
તારી આંખો માં.
વિચારમાં છું હું,
વસવાટ કરું કે વિસામો.
Sad Status in Gujarati
#મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છે
તે તમને ક્યારેય નહીં છોડે કેમકે
એ તમને છોડવાના સો કારણોમાંથી
તમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે.
#બસ ખાલી એટલો વિશ્વાસ રાખજે કે તું મારી
સાથે હોઈશ તો તને ક્યારેય કોઈ વાતમાં દુઃખી નહીં થવા દઉં.
#સંબંધો માં શક્તિ અને બુદ્ધિ કરતા,
સમજદારી અને ભરોસો વધારે મહત્વના છે.
#જેને જોવા માત્રથી
ખુશીનો અહેસાસ થાય
એને જ તો
પ્રેમ કહેવાય.
#જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય,
એ ખરેખર તમારા હોતા જ નથી.
#ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય,
જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે,
સામે આવીને એ ખુદને ભુલી જાય.
#જીંદગી ની ભાગદોડ માં
એટલું ધ્યાન રાખજો દોસ્તો કે
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવામાં
કોઈ પોતાના છૂટી ના જાય.
#કોઈ પણ વ્યક્તિ આપણને અચાનક જ નથી
મળી જતું હોતું દરેક વ્યક્તિ નું આપણી
લાઈફમાં આવવાનું કંઈક કારણ હોય છે.
#કૂંડામાં રહીને વડ ના બની શકાય,
મોટા થવું હોય તો જમીન માં ઊંડું ઉતરવું પડે.
#સુઈ જાય છે બધા
પોતાની કાલ માટે
પણ એ કોઇ નથી વીચારતુ કે
આજે જેનું દિલ દુભાવ્યું
એ સુતા હશે કે નહીં.
#તમારા મનની વાત જેને સમજાવવી પડે,
એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી નહી.
#મૂકી દઉં બાજી પર જીવ મારો,
જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,
જો પરિણામ તું હોય તો.
#જીંદગીની ઘણી બધી મુશ્કેલીઓ
ત્યારે જ ઉકેલાય જાય
જયારે લોકો એકબીજા વિશે બોલવાને બદલે
એકબીજા સાથે બોલતા થઇ જાય.
#કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે,
ગમતા લોકો સાથે હોય તો પગપાળી
જીંદગી પણ મજેદાર હોય છે.
#ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો,
પછી એ આપણી હોય કે બીજા કોઈ ની.
Read Also : Best 100+ Shradhanjali in Gujarati
Related Posts | Direct Link |
---|---|
Gujarati Suvichar Collection | Click Here |
Gujarati Shayari Collection | Click Here |
Sharadhanjali in Gujarati | Click Here |
Bewafa Status | Click Here |
Birthday Wishesh in Gujarati | Click Here |
Bewafa Shayari | Click Here |
Gujarati Attitude Status | Click Here |
Gujarati Love Status | Click Here |
Prem Shayari | Click Here |
Sad Shayari Gujarati | Click Here |
Good Morning Quotes in Gujarati | Click Here |
Instagram Bio for Boys | Click Here |
Faceook Bio for Boys | Click Here |