456 + NEW LIFE SUVICHAR IN GUJARATI

 LIFE SUVICHAR IN GUJARATI

એટલા માટે જ આપણે સારા વિચારો ની ટેવ પાડવી જોઈએ જેથી ગમે તેવી પરિસ્થિતિ માં પણ આપણે આપણી જાત ને સંભાળી શકીએ અને પોઝેટીવ રહી શકીએ. માટે જ અમે તમારા માટે લઇ ને આવ્યા છીએ Gujarati suvichar નો નવો ખજાનો.
Suvichar Gujarati તમારા મિત્રો, ફેમેલી નાં સભ્યો સાથે અવશ્ય શેર કરો. આપના કોઈ પણ સવાલ કે પ્રતિભાવ હોય તો અમને અહીં મોકલો.સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો દિવસ મંગલમય રહે. જય દ્વારકાધીશ! રાધે રાધે!
ઇજજત માણસની નથી હોતી, જરૂરીયાતોની હોય છે, જરૂરીયાત ખત્મ, ઇજજત ખત્મ.
izzat manas ni nathi hoti, jaruriyato ni yoy chhe, jruriyat katm, izzat katm
જીંદગીએ જે ચેપ્ટર શીખવ્યુ છે એનો એક શબ્દ યાદ છે.
jindagi e cheptar shikhavyu chhe eno ek j sabd yaad chhe
ભુુલ એનાથી થાય જે મહેનતથી કામ કરે છે.
bhul enathi thay je mahenat thi kaam kare chhe
એક ભુલ તમારો અનુભવ વઘારે છે, જયારે એક અનુભવ તમારી ભુલો ઓછી કરે છે.
જેવા વર્તનની બીજા પાસે અપેક્ષા રાખો છો, એવુ વર્તન ૫હેલાં પોતે કરો.
જીંદગી બદલવા માટે લડવુ ૫ડે છે, જીંદગી સહેલી કરવા સમજવુ ૫ડે છે.
દુનિયા બદલવા માટે તમારા હસતા ચહેરાનો ઉ૫યોગ કરો, દુનિયાને તમારો ચહેરા હાસ્ય ન બદલવા દો.
જીવનભર અફસોસ રહેશે કે એક જ તો જીંદગી હતી એમાંય તમે ન મળ્યા.
જીવન ફક્ત એક જ મળે છે, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે જીવી શકો છો, તો એકવાર ૫ણ પૂરતું છે. – મે વેસ્ટ
“જો તમે સુખી જીવન જીવવા માંગતા હો, તો તેને કોઈ ધ્યેય સાથે જોડો, લોકો અથવા વસ્તુઓ સાથે નહીં.” – આલ્બર્ટ આઈન્સ્ટાઈન
“હારવાના ડરથી કયારેય રમત રમવાનું ચુુુુકશો નહી”- બેબે રૂથ
“તમારો સમય સીમિત છે, તેથી તેને કોઈ બીજાનું જીવન જીવવામાં બગાડો નહીં. અંધવિશ્વાસમાં ફસાશો નહીં – જે અન્ય લોકોની વિચારસરણીના પરિણામો સાથે જીવે છે.” – સ્ટીવ જોબ્સ
“પૈસો અને સફળતા લોકોને બદલતા નથી; તેઓ ફક્ત પહેલેથી જ જે છે તે વિસ્તૃત કરે છે.” – વિલ સ્મીથ

કેટલો સમય નહી, પરંતુ તમે કેટલું સારું જીવ્યા છો તે મહત્વનું છે.
“સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે તે શોધવું અને પછી તે કરવું.” – હેનરી ફોર્ડ
“જીવન વિશે લખવા માટે તમારે પહેલા તેને જીવવું જોઈએ.” – અર્નેસ્ટ હેમિંગ્વે
જીવનનો મોટો બોઘપાઠ, ક્યારેય કોઈના કે કંઈપણથી ડરશો નહીં.” – ફ્રેન્ક સિનાત્રા
“જીવન એ હલ કરવાની સમસ્યા નથી, પરંતુ અનુભવવા માટેની વાસ્તવિકતા છે.” – સોરેન કિરકેગાર્ડ
“જીવન વિશે તેના તમામ પાસાઓમાં જિજ્ઞાસા કેળવ્યા ૫છી, મને લાગે છે કે, હજુ પણ મહાન સર્જનાત્મક લોકોનું રહસ્ય છે.” – લીઓ બર્નેટ
“સંશોઘન વિનાનું જીવન જીવવા યોગ્ય નથી.” – સોક્રેટીસ
“તમારા જખમો ને શાણપણમાં ફેરવો.” – ઓપ્રાહ વિન્ફ્રે
“જેવી રીતે હું તેને જોઉં છું, જો તમારે મેઘધનુષ્ય જોઈએ છે, તો વરસાદનો સામનો કરવો પડશે.” -ડોલી પાર્ટન
“જ્યાં સુધી તમે કરી શકો તેટલું સારું કર્મ કરો, તમે કરી શકો તે બધા લોકો માટે કરો, તમે કરી શકો તે બધી રીતે કરો.” – હિલેરી ક્લિન્ટન (જ્હોન વેસ્લીથી પ્રેરિત)

ગુજરાતીમાં ટૂંકું જીવન સુવિચાર

“જીવન માં જે મળે છે તેનાથી સંતોષ ન કરો; જીવનને વઘુ સમૃઘ્ઘ અને સજજ બનાવો” – એશ્ટન કુચર
“બધું જ નકારાત્મક – દબાણ, પડકારો – મારા માટે ઉદય થવાની તક છે.” – કોબે બ્રાયન્ટ
“મને ટીકા ગમે છે. તે તમને મજબૂત બનાવે છે.” – લિબ્રોન જેમ્સ
જીવવાનો સૌથી મોટો મહિમા ક્યારેય ન પડવામાં નથી, પરંતુ જ્યારે પણ આપણે પડીએ છીએ ત્યારે ઉભા થવામાં છે. -નેલ્સન મંડેલા
આપણી સૌથી અંધકારમય ક્ષણો દરમિયાન આપણે પ્રકાશ જોવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. – એરિસ્ટોટલ
જે ખુશ છે તે બીજાને પણ ખુશ કરશે. – એની ફ્રેન્ક
જીવન તો એક હિંમતવાન સાહસ છે બીજુ કંઈ જ નથી. -હેલન કેલર
તમારા માથામાં મગજ અને ૫ગમાં પગરખાં છે. તમે પસંદ કરો તે કોઈપણ દિશામાં તમે તમારી જાતને લઈ શકો છો. -ડો. સિઉસ
જ્યાં પ્રેમ છે ત્યાં જીવન છે.
-મહાત્મા ગાંધીજી
તમારું જીવન તમારો સંદેશ છે.
-મહાત્મા ગાંધીજી
જીવન નમ્રતાનો લાંબો પાઠ છે. 
-જે.એમ.બેરી
હળવા હૃદય લાંબું રહે છે.
-Irish Proverb.
જિંદગી એક પ્રશ્ન છે તો સંઘર્ષ એનો જવાબ છે.
-Gary Keller
જીવનના દરેક પરિવર્તનમા તક જુઓ. 
-મીર લિરાઝ,
જીવન વીજળીના ચમકારા જેવું છે
.-ગંગાસતી
જીવનની વાર્તા આંખના પલકારા કરતાં ઝડપી છે.
-Jimi Hendrix
જીવન જેવું છે તેવું સ્વીકારો.પછી તેને તમે ઈચ્છા મુજબ બનાવવા માટે કાર્ય કરો. 
-સિન્ડી ફ્રાન્સિસ
જીવન એક પરીકથા છે,જે ભગવાનની આંગળીઓ દ્વારા લખાયેલ છે. 
-હંસ ક્રિશ્ચિયન એન્ડરસન
નાની એવી જિંદગી છે યાર ખોટી મગજમારી શું કરવાની ?મોજ થી જીવી લેવાનું, શું ખબર ક્યારે તસ્વીર બનીને ભીત પર હંમેશા લટકી જઈશું.
સૌની ઝીંદગી માં કઈક ફર્ક હોય છે ,
ઝુકેલી નજરો નો પણ કઈક અર્થ હોય છે ,
તફાવત હોય છે ફક્ત જોનાર ની નજરો માં ,
બાકી હસતા ચેહરા પાછળ પણ કઈક દર્દ હોય છે.
જીંદગી નુ સત્ય
આપણે પણ એ જ છીએ…
સંબધ પણ એ જ છે…
રસ્તા પણ એ જ છે…
બદલાય છે…..તો…ખાલી…
સમય, સંજોગ, અને નજર…
જીંદગી માં દુખ સહન કરવા વાળા આગળ જતા સુખી થાય છે અને દુઃખ દેવા વાળા કદી સુખી થતા નથી.
જીંદગીની દરેક સવાર નવી શરતો થી શરૂ થાય છે અને
જીંદગીની દરેક સાંજ એક નવા અનુભવ થી ખતમ થાય છે.
જિંદગી મળવી એ નસીબની વાત છે , મૃત્યુ મળવું એ સમયની વાત છે , પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતા રેહવું , એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે .
જીંદગીને બદલવામાં ઘણો સમય લાગે છે પણ બદલાયેલો સમય જિંદગી બદલી નાખે છે.
જીવનમાં મુશ્કેલીઓ હોય, તો ઉદાસ ન થાઓ, યાદ રાખો કે મુશ્કેલ Role  સારા Actor ને જ આપવામાં આવે છે.
એક વાર એક ઝુંપડામાં ફુલ ઠંડી માં રાત્રે બે નાના છોકરા છાપા ( ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા . એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો . એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું : જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું હશે . 
જિંદગી કેવું જીવો છો તે નહિં પણ જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વનું છે .. !!
ઈચ્છાઓ પૂરી ના થાય તો “ક્રોધ” વધે છે અને ઈચ્છાઓ પૂરી થાય તો “લોભ” વધે છે એટલા માટે જ જીવન ની દરેક પરિસ્થિતિ માં   “ધીરજ” બનાવી રાખવી એ જ “શ્રેષ્ઠત્વ” છે.
વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે,
પણ તેમાંથી મળેલા અનુભવ ને હંમેશા યાદ રાખજો!

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,
જ્યારે નિષ્ફળતા દુનિયાનો પરિચય તમને કરાવે છે!
સંબંધ ગમે એવો હોય તે ક્યારેય ભૂલાતો નથી,
વાતોથી બંધ થાય તો આંખો માં રહે,
અને આંખોથી છૂટે તો યાદો માં રહે!
તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,
બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં!
દુનિયામાં બધું જ કીમતી હોય છે,
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી!
સમય ક્યારેય દેખાતો નથી,
પણ ઘણું બધું દેખાડી દે છે!
જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે
દરેક તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય!
બીજાની ભૂલ કાઢવા માટે “ભેજું” જોઈએ,
અને પોતાની ભૂલ સ્વીકારવા માટે “કલેજું” જોઈએ!
મુશ્કેલીઓ ફક્ત તમારા નબળા મનની રચના છે,
એટલે શ્રેષ્ઠ વિચારોથી પોતાનું મન શક્તિશાળી બનાવો!
પરિણામ મેળવવા માટે વાતોથી નહિ,
રાતો થી લડવું પડે છે!
આ દુનિયામાં એક વસ્તુ બધાને સરખી મળતી જોય છે
અને એ છે “સમય”
અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી,
અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર છે!
કોઈનું સારું થાય એ માટે ભોગ આપવો
એ છપ્પન ભોગ કરતા મહત્વનો ભોગ છે!
પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું,
પણ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો!
ખોટું અભિમાન શું કરવું સાહેબ? કેમ કે
ક્યારેક તો એકાદ ધબકારો આપણે ચુકી જ જવાના છીએ!
ભૂલ એનાથી જ થાય છે જે સારું કરવા ઇચ્છે છે,
બાકી કઈ નહિ કરવા વાળા તો ભૂલો જ શોધ્યા કરતા હોય છે!
વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય,
પણ જ્યાં સુધી એનો અમલ નાં થાય ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી!
મોટી મોટી સ્કુલોમાં પણ એવા સંસ્કાર નહિ મળે,
જે સંસ્કાર ઘરના પ્રેમાળ વાતાવરણ માં મળશે!
વ્યક્તિએ ક્યારેય તકની રાહ જોવી જોઈએ નહિ,
કારણકે આજે જે છે તે સૌથી મોટી તક છે!
અશક્ય ભલે કઈ ન હોય
પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી!
કર્મના બીજ સારા હોય કે ખરાબ
સમય આવ્યે વૃક્ષ બનીને ફળ જરૂર આપે છે!

વખાણ કરવા વાળા તમને ઓળખાતા જ હશે પણ
તમારી ચિંતા કરવા વાળા ને તો તમારે જ ઓળખવા પડશે!
દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની લાયકાત પ્રમાણે ચમકે છે,
ઈચ્છા પ્રમાણે નહિ!
એ જ નિયમ પર ઝીંદગી જીવજો,
જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારા માં નાં રાખતા!

જીવન સુવિચાર ગુજરાતી લખાણમાં

જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઇ રહ્યું છે,
ત્યારે યાદ રાખો કે વિમાન ને ઉપર જવા માટે
પવન ની વિરુદ્ધ જવું પડે છે નહિ કે પવન સાથે!
પરિસ્થિતિ ની ચિંતા ન કરો, તમે જે સ્થાને છો તેનાથી
ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી!
“સંબંધ” અને “સંપતિ” મુઠ્ઠી ભરો તો રેતી છે,
અને જો વાવતા રહો તો ખેતી છે!
જો દુનિયા માં છોડવા જેવું કઈ હોય તો
બીજા ને નીચા દેખાડવાનું છોડી દો!
ઝીંદગી માં હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબ માં નથી લખ્યું એને પણ મહેનત થી મેળવતા શીખો!
છોડી શકો તો પોતાના ઘમંડ ને છોડજો,
સંબંધોને છોડી ને કોઈ આજ સુધી સુખી નથી થયું!
નફરત કમાવી પણ સહેલી નથી, લોકોની આંખોમાં
ખટકવા માટે પણ આપણામાં કઈક ખૂબી હોવી જોઈએ!
માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય પરંતુ
પોતાની તકલીફ વેચી શકતો નથી અને શાંતિ ખરીદી શકતો નથી!
સંબંધો સુંદર રાખવા હોય તો ઊંડાણ સુધી રાખો સાહેબ કેમ કે,
મોતી ક્યારેય કિનારા પર નથી હોતા!
જે નિરાશા ને કદી જોતા નથી, તે આશા કદી ખોતા નથી,
અને જે પ્રયત્નો પર જીવી જાણે છે તે કદી કિસ્મત પર રોતા નથી!
ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ,
ઠોકર તો એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ!
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી,
એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે!
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહિ કરે,
જા સુધી તમે “સફળ” નહિ બનો!
ક્યારેક ક્યારેક ઘણી દુર સુધી ચાલવું પડે છે,
ફક્ત એ જોવા માટે કે તમારી સાથે કોણ છે?
સત્ય સુરજ જેવું હોય છે એ થોડીક વાર સંતાઈ તો શકે છે
પણ એ રહે છે હંમેશા માટે!
જે લોકો પોતાની જીભને કાબુમાં રાખી શકતા હોય છે,
એ લોકો સંબંધો સાચવી શકતા હોય છે!
દરેક વૃક્ષ ફળ આપે એ જરૂરી નથી,
અમુક વૃક્ષ ફળ નહિ પણ ઠંડો છાંયો આપે છે!

અનુમાન આપના મનની કલ્પના છે અને
અનુભવ આપના જીવનનો પાઠ છે!
જેને પોતાના મન પર નિયંત્રણ નથી,
તેનું ચરિત્ર ખુબ જ નબળું હોય છે!
તમારો સ્વભાવ એ જ
તમારું ભવિષ્ય છે!
ખરાબ સમયની પણ એક વાત સારી છે,
જેવો શરુ થાય એટલે તરત વધારા નાં લોકો ચાલ્યા જાય છે!
અપેક્ષા નાં અંત બાદ જ
શાંતિ ની શરૂઆત થાય છે!
જો તમારે સફળ થવું હોય તો
તમારી અંદરની પ્રતિભા ને ઓળખો!
બધાજ સફળ માણસો માં એક વાત ખુબ જ સામાન્ય છે,
કે તેઓ ક્યારેય પોતાની મંઝીલ થી નથી ભટકતા!
સફળ થવું અઘરું નથી સાહેબ,
બસ ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે!
શિક્ષણ એ સફળતાની ચાવી છે,
અને ઉજ્જવળ ભવિષ્ય નું દ્વાર છે!
માત્ર કમાવવા માટે અભ્યાસ ન કરો,
શીખવા માટે અભ્યાસ કરો!
સપના એટલે પગથીયા વિનાની સીડી,
અને સંકલ્પ એટલે નિશ્ચિત કરેલા પગથીયા!
સફળતા ક્યારેય કાયમી નથી હોતી,
નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે!
કેટલું થાકી જવાતું હોય છે પણ શું કરું?
ઈચ્છાની ઓફીસ માં રવિવારે રજા હોતી નથી!
સમય બતાવે છે કે કોણ કેટલું સારું છે,
બાકી વાતો તો બધા સારી કરી લેતા હોય છે!
ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ,
પણ રાહ જોતી વખતે સ્વભાવ ને કાબુમાં રાખવાની ક્ષમતા!
વર્તન એવું નાં કરો કે કોઈ વ્યક્તિ ને સતત જતું કરવું પડે,
નહીતર ક્યારેક કંટાળી ને એ સંબંધ પણ જતો કરી દેશે!
સંબંધ એક એવું વૃક્ષ છે જે લાગણી દ્વારા ઝુકી જાય,
સ્નેહ દ્વારા ઉગી જાય અને શબ્દો દ્વારા તૂટી જાય!
કોઈ એક સંબંધ તો એવો રાખો જેમાં મન ભરી ને જીવી શકાય,
અને હળવા થઇ શકાય બાકી તો બધે સાચવવા નું જ છે!
સગાઓની લીસ્ટમાં હોવું એ વિધાતાના હાથમાં છે,
પણ વ્હાલાઓ નાં લીસ્માં રહેવું એ આપના હાથમાં છે!
સમય પાસે પણ એટલો સમય નથી
કે તમને ફરીથી સમય આપી શકે!

નિસ્વાર્થ કર્મ કરતા રહો, જે પણ થશે સારી થશે,
Late ભલે થાય પણ Latest થશે!
“માણસ” ઉતાવળે ભલું કરે છે,
અને નિરાતે પછતાવો કરે છે!
લોકો તમારા વિશે શું વિચારે છે તે તમે બદલી શકતા નથી
તો લોકો ને સમજવાને બદલે તમારી ઝીંદગી જીવો અને ખુશ રહો!
બહુ ઓછા હોય છે એવા લોકો જે પોતે તૂટી ને પણ
બીજાને હસવાનું શીખવે છે!
તમે જે પળથી તમારા પોતાના માટે જીવવાનું નક્કી કરો છો,
ત્યારથી જીવન સુંદર બનવાની શરૂઆત થાય છે!

વિદ્યાર્થીઓ માટે ગુજરાતીમાં જીવન સુવિચાર

માણસની દાનત ચોખ્ખી હોય તો ભગવાન
કોઈ ને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે!
દીવડાને ક્યા કોઈ સ્વાર્થ હોય છે,
એને તો બસ જગમગાટ જ હોય છે!
બધી શબ્દો ની જ રમત છે ભાઈ,
મીઠા શબ્દો દવાનું કામ કરે છે અને
કડવા શબ્દો ઘા આપી જાય છે!
આજના સમયમાં સંબંધો બગડવાનું મુખ્ય કારણ
એ પણ છે કે લોકો હવે નમવાનું પસંદ નથી કરતા!
જવાબદાર બનો અને એવા કામ કરો કે
જેનાથી સકારાત્મકતા અને પ્રેમ માં વધારો થાય!
માત્ર શાંત રહેતા શીખો,
ઘણા લોકો એ પણ સહન નહિ કરી શકે!
મિત્ર એક એવી વ્યક્તિ છે જે તમારા ભૂતકાળ ને સમજે છે,
અને તમારા ભવિષ્યમાં વિશ્વાસ કરે છે!
જ્યારે દરેક વસ્તુ તમને સહેલાઇ થી મળવા લાગે
ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો!
કોઈ ને તમારી નથી પડી સાહેબ,
બધા રૂપ અને પૈસા જોઇને વાત કરે છે!
સાહેબ કુદરત બધા ને હીરા જ બનાવે છે,
બસ ઘસાઈ છે એ જ ચમકે છે!

કદર અને કિંમત જો સમયસર નાં થાય,
તો લાગણી અને પ્રેમ વિદાય લઇ લે છે!
જ્યાં તમારી વાત ની કોઈ કદર જ નાં હોય
ત્યાં ચુપ રહેવામાં જ હોશિયારી છે સાહેબ!
કદર કરવી હોય તો જીવતે જીવ કરો,
અર્થી ઉપાડતી વખતે તો નફરત કરનાર પણ રડી પડે છે!
જે તમારા છે તેમની કદર કરતા શીખી લેજો સાહેબ,
કારણ કે નાં તો ઝીંદગી પાછી આવે છે નાં તો છોડી ને ગયેલા લોકો!
તમારી પાસે જે છે એની કદર કરો,
અહીં આકાશ પાસે પણ પોતાની જમીન નથી!
માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ
શબ્દો ની મીઠાસ મનુષ્યનાં સંબધો ને સાચવી રાખે છે!
-શુભ પ્રભાત
ખુશી માટે ઘણું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,
પણ હકીકત માં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે!
-ગુડ મોર્નિંગ
મુસીબતો આપણને ત્યારે જ દેખાતી હોય છે
જ્યારે આપનું ધ્યાન અપના લક્ષ્ય પર નથી હોતું!
-શુભ સવાર
સારા દિવસો એના જ આવે છે
જે હાર માન્યા વગર સતત પ્રયત્નો કરતા રહે છે!
-સુપ્રભાત

જે વસ્તુ સમયસર નાં મળે તો પછી
મળે કે નાં મળે કોઈ ફરક નથી પડતો!
-ગુડ મોર્નિંગ
ખુદ ની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજા ની પડછાઈ બનાવામાં નથી!
તમે ક્યારેય પણ હાર માનશો નહિ,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય!
પોતાની શક્તિઓ નો ભરોસો કરનારા
ક્યારેય નિષ્ફળ નથી જતા!
જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક “મુકદ્દર” બની જાય છે!
ઝીંદગી નાં રસ્તા સીધા ને સરળ હોય છે,
પણ મન નાં વળાંકો જ બહુ નડે છે!
જો ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય
એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે!
પરિસ્થિતિ માણસને ઉમર થી પહેલા
વધારે જવાબદાર બનાવી દે છે!
આત્મસન્માન એવું હોવું જોઈએ કે,
કોઈની મદદ કરતી વખતે હમેશા આગળ રહેવું અને
મદદ માંગતી વખતે હંમેશા પાછળ!
પોતાના માટે પરફેક્ટ બનો,
બાકી લોકો તો ભગવાન ની પણ ભૂલ કાઢશે!

સવાલ નથી મારી આંખ ની ભીનાશ નો,
સવાલ છે કોરા રહી ગયેલા દુપટ્ટા નાં છેડાનો!
ઝીંદગી બદલવા માટે લડવું પડે છે,
અને ઝીંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે!
નબળા વ્યક્તિ ત્યારે અટકી જાય છે જ્યારે તે થાકી જાય છે,
પરંતુ સફળ વ્યક્તિ ત્યારે અટકે છે જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થઇ જાય છે!
“ભાગ્ય” લઈને આવવાનું અને “કર્મ” લઈને જવાનું,
એક નાનકડો પ્રવાસ એટલે “ઝીંદગી”
સફળતા ત્યારે જ મળે છે જ્યારે
તમારું સપનું તમારા બહાનાથી મોટું થઇ જાય!
વ્યક્તિ માં ફક્ત આત્મવિશ્વાસ હોવો જોઈએ,
જીવન ગમે ત્યારે શરુ થઇ શકે છે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top