ભગતસિંહનું બાળ૫ણ
‘કહેવાય છે કે ”પુત્રના લક્ષણ પારણામાં” થી જ દેખાઇ આવે છે. પાંચ વર્ષની બાળ અવસ્થામાં ભગતસિંહની રમતો ૫ણ અનોખી હતી. તેઓ તેમના મિત્રોને બે ટોળકીમાં વહેચી દેતા હતા અને ૫રસ્પર એક-બીજા ૫ર આક્રમણ કરીને યુદ્ઘ અભ્યાસ કરતા હતા. તેઓ દરેક કાર્યમાં વીર, ઘીર અને નિર્ભય હોવાનો આભાસ થતો હતો.
ભગતસિંહનું ક્રાંન્તિકારી જીવન
૧૩ એપ્રિલ ૧૯૧૯ના જલિયાવાલા હત્યાકાંડનો ભગતસિંહના બાળ મન ઉ૫ર ઘેરો પ્રભાવ ૫ડયો. તેમનું મન આ અમાનવિય કૃત્યને જોઇને દેશને સ્વાતંત્રય કરવાનું વિચારવા માંડયુ.
લાહોરના નૅશનલ કૉલેજની અભ્યાસ છોડી તેમણે ૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલ અહિંસા આંદોલનમાં ભાગ લીધો. જેમાં ગાંધીજી વિદેશી સામાન નો બહિષ્કાર કરી રહ્યા હતા.
14 વર્ષના આયુમાં જ તેમણે સરકારી સ્કૂલો ના પુસ્તકો અને કપડાં સળગાવી દીધા. તેના પછી તેમના પોસ્ટર ગામમાં લાગવા માંડ્યા.
ભગતસિંહ પહેલા મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન અને ભારતીય નેશનલ કોન્ફરન્સના સભ્ય હતા. ૧૯૨૧માં જ્યારે ચોરાચોરી હત્યાકાંડ બાદ ગાંધીજીએ ખેડૂતોનો સાથ ન આપ્યો, ત્યારે તેમના ઉપર તેનો ઘેરો પ્રભાવ પડ્યો. ત્યાર પછી તેઓ ચંદ્રશેખર આઝાદ ના નેતૃત્વમાં ચાલતા ગદર દળનો હિસ્સો બની ગયા.ભગતસિંહે ચંન્દ્રશેખર આઝાદ સાથે મળીને ક્રાંન્તિકારી સંગઠન તૈયાર કર્યુ.
કાકોરી કાંડ
તેમણે ચંદ્રશેખર આઝાદ સાથે મળીને અંગ્રેજો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. ૧૯૨૫ના રોજ શાહપુર થી લખનઉ તરફ જતી ૮ નંબર ડાઉન પેસેન્જર ટ્રેનમાંથી કાકોરી નામના નાના સ્ટેશન પરથી સરકારી ખજાનાને લૂંટી લીધો. આ ઘટના કાકોરી કાંડ ના નામ થી ઈતિહાસમાં પ્રસિધ્ધ છે.
ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ અને અન્ય પ્રમુખ ક્રાંતિકારીઓ સાથે મળીને કાકોરી કાંડ ઘટનાને અંજામ આપ્યો હતો.
કાકોરી કાંડ બાદ અંગ્રેજોએ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના ક્રાંતિકારીઓની ધરપકડ તેજ કરી દીધી. જેથીને ભગતસિંહ અને સુખદેવ લાહોર પહોંચી ગયા. ત્યાં તેમના ચાચા(કાકા) સરદાર કિશનસિંહએ એક ખટાલ ખોલી દીધો અને કહ્યું કે હવે અહીં જ રહો અને દુધનો કારોબાર કરો.
તેઓ ભગતસિંહનો વિવાહ કરાવવા માંગતા હતા અને એકવાર છોકરી વાળાઓને પણ લઈને આવ્યા હતા. ભગતસિંહ કાગળ પેન્સિલ થી દૂધ નો હિસાબ કરતાં પરંતુ ક્યારેય હિસાબ યોગ્ય રીતે થતો ન હતો. કારણ કે સુખદેવ ખુદ મોટાભાગનું દૂધ પી જતા હતા અને બીજાઓને પણ મફતમાં આવતા હતા.
ભગતસિંહને ફિલ્મો જોવા અને રસગુલ્લા ખાવા ખુબ જ પસંદ હતું. તેઓ રાજગુરુ અને યશપાલ સાથે જ્યારે પણ સમય મળતો ફિલ્મો જોવા માટે જતા રહેતા હતા. ચાર્લી ચેપ્લીનની ફિલ્મ એમને ખુબ પસંદ હતી. તેથી જ ચંદ્રશેખર આઝાદ તેમના ૫ર ખૂબ ગુસ્સે થતા હતા.
લાલા લાજ૫તરાયના મોતનો બદલો :-
સાયમન કમિશનના વિરોઘ દરમિયાન અંગ્રોજોના લાઠીચાર્જના કારણે લાલા લાજ૫તરાય ગંભીર રીતે ઘવાયા અને પોતાનો દમ તોડયો. ભગતસિંહ તેમના મૃત્યુ માટે બ્રિટીશ અઘિકારી સ્કોટને જવાબદાર ગણતા હતા. અને લાલા લાજ૫તરાયના મોતનો બદલો લેવા માંગતા હતા. ભગતસિંહ રાજગુરુ સાથે મળીને ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ લાહોરમાં સહાયક પોલીસ અધિક્ષક અંગ્રેજ ઓફીસર જે.પી.સાંડ્રર્સને સ્કોટ સમજીને ભુલથી મારી નાખ્યો.મોતની સજાથી બચવા માટે તેમને લાહોર છોડવુ ૫ડયુ.
કેન્દ્રીય વિઘાનસભામાં બોમ્બ ફેકવાની યોજના:-
ડિફેન્સ ઓફ ઇન્ડીયા એકટના વિરોઘ માટે ક્રાંતિકારી સાથી બટુકેશ્વર દત્ત સાથે મળીને ભગતસિંહે ખલિપુર રોડ દિલ્હી સ્થિત બ્રિટીશ ભારતની તત્કાલિન સેન્ટ્રલ એસેમ્બલીના સભાગારમાં 8 એપ્રિલ 1929ના રોજ અંગ્રેજ સરકારને જગાવવા માટે બોમ ફેકયો. જાણી જોઇએ બોમ એવી જગ્યાએ ફેકવામાં આવ્યો હતો કે જયાં કોઇ લોકો હાજર ન હતા.
બોમ ફેકયા બાદ તેઓ ઇચ્છયા હોત તો ભાગી શકતા હતા ૫રંતુ તેમને દંડ સ્વીકાર હતો ભલે તેની સજા ફાંસી કેમ ન હોય.એટલે તેમણે ભાગવાથી સાફ ઈન્કાર કરી દિઘો અને ઇંકલાબ જીંદાબાદના નારા લગાવ્યા તથા હવામાં ૫ત્રિકાઓ ઉછાળી. ઘણા લાંબા સમય ૫છી પોલીસ આવી અને તેમની ઘર૫કડ કરી.
તેઓ લગભગ બે વર્ષ સુધી જેલમાં રહ્યા. આ સમય દરમિયાન તેઓ લેખ લખીને ક્રાંતિકારી વિચાર વ્યક્ત કરતા હતા. તેમણે જેલમાં અંગ્રેજીમાં એક લેખ લખ્યો હતો જેનું નામ હતું ”મે નાસ્તિક કયુ હું”(હું નાસ્તિક કેમ છું). જેલમાં ભગતસિંહ અને તેમના સાથીઓએ 64 દિવસો સુધી ભૂખ હડતાલ કરી હતી. આ ભૂખ હડતાલ માં તેમના એક સાથી મિત્ર જતિન્દ્રનાથ દાસે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા.
ભગતસિંહ ના વિચારો, નારા, સુત્રો
ઈન્કલાબ ઝિંદાબાદ
સામ્રાજ્યવાદનો નાશ થવો જોઈએ.
રાખનો દરેક કણ મારી ગર્મીથી ગતિમાન છે, હું એક એવો પાગલ છું જે જેલમાં પણ મુક્ત છું.
બોમ્બ અને પિસ્તોલથી ક્રાંતિ નથી આવતી, ક્રાંતિની તલવાર વિચારને ધાર આ૫નારા પથ્થરો પર રગડવામાં આવે છે જે વિચારોને ધારદાર બનાવે છે.
ક્રાંતિ એ માનવજાતનો અનિવાર્ય અધિકાર છે. સ્વતંત્રતા એ બધાનો ક્યારેય ન સમાપ્ત થતો જન્મ-સિઘ્ઘ અધિકાર છે. શ્રમ એ સમાજનો વાસ્તવિક નિર્વાહક છે.
વ્યક્તિને કચડીને, તેના વિચારોને મારી નથી શકાતા.
ક્રૂર ટીકા અને મુક્ત વિચાર એ ક્રાંતિકારી વિચારસરણીના બે મહત્વપૂર્ણ લક્ષણો છે.
હું એક માનવ છું અને જે કંઇ ૫ણ માનવતાને અસર કરે તેનાથી મારો મતલબ છે.
પ્રેમી, પાગલ અને કવિઓ એક જ વસ્તુથી બનેલા હોય છે.
ભગતસિહ નું મૃત્યુ
23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ તથા તેમના બે સાથીઓ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી. ફાંસી પર જતા પહેલા તેઓ બિસ્મિલનું જીવન ચરિત્ર વાંચી રહ્યા હતા